{ઉભરતી કલિયોને ખીલવનારા આપ છો, ને ખીલ્યા પછી ફૂલોને મેહકાવનારા આપ છો;
'ઇન્દ્ર' કેવું છે દિલ આ પ્રમુખસ્વામીનું, કે મુરજાય જતા ફૂલોને સ્વીકારનારા આપ છો. }
આપના એ દિલની સ્વામી અમીરી હું માંગુ છું, તમારા ચરણ માં રેહવા ગરીબી હું માંગુ છું..
પામું હું સઘળા સુખો તવ દર્શન માં, આપને નીરખવા આંખો અધીરી હું માંગુ છું. તમારા..
ગાવા છે ભજન તમારા બ્રહ્મ ભીની મસ્તી માં, માટે આપણી બૈરાગી ફકીરી હું માંગુ છું. તમારા..
ચંચળ આ મનની લેહરો બેહ્કાવે છે જિંદગી, આપણી યાદી ભરી ત્યાં સબુરી હું માંગુ છું. તમારા..
આટલું મળે તો પણ ઢગ થશે પુણ્યનાં, આપને નવાજવા વાણી માધુરી હું માંગુ છું. તમારા..
થઈ જશે પૂર્ણ ત્યારે 'ઇન્દ્ર' હો પ્રમુખ સ્વામી, મૂર્તિ હૃદય માં સ્વામી તમારી હું માંગુ છું.
Written by: Indrajit Chaudhari